વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે ફીટવેલ હેલ્થકેર દ્વારા ડો. અઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ મફત થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, વૃદ્ધો અને વડીલો ઉપસ્થિત રહી વિવિધ થેરાપીનો લાભ મેળવી રહ્યા છે.
કેમ્પ દરમિયાન દર્દીઓની રૂબરૂ તપાસ કરવામાં આવી રહી છે અને ઘણા દર્દીઓને જોડાયા બાદ તાત્કાલિક રાહત અનુભવાઈ રહી છે. કેમ્પમાં શરીરની જુદી જુદી તકલીફો માટે જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે વિસાવદર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ હરીભાઈ રીબડીયા તેમજ આર. કે. હિરપરા સહિતના લોકોએ ખાસ ભૂમિકા નિભાવી છે. પ્રેમપરા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે.

