MGVCLની ગંભીર બેદરકારી, ખુલ્લી વીજ પેટીઓ અને લટકતા વાયરો બન્યા ‘ડેથ ટ્રેપ’નગરજનોમાં ફફડાટ: મોંઘા પશુઓના મોત બાદ હવે મોટા માનવ સર્જિત અકસ્માતની ભીતિ
ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં વીજ પોલ પર આવેલી ડીપી (DP) અને ફ્યુઝ પેટીઓ લાંબા સમયથી ઢાંકણ વિના ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. આ ખુલ્લી પેટીઓમાં જીવંત વીજ પ્રવાહ વહેતો હોવાથી તે સ્થાનિક રહીશો અને અબોલ પશુઓ માટે જીવતું મોત સાબિત થઈ રહી છે.
મુખ્ય સમસ્યાઓ અને જોખમો:
ખુલ્લી ફ્યુઝ પેટીઓ: શહેરના અનેક વિસ્તારોમાં વીજ પોલ પરની પેટીઓ તૂટેલી અથવા ઢાંકણ વગરની છે. તાજેતરમાં જ આવી એક ખુલ્લી પેટીના સંપર્કમાં આવવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે લટકતા વીજ વાયરો: રસ્તાઓ પર અને રહેણાંક મકાનોની અડોઅડ જીવંત વીજ વાયરો લટકી રહ્યા છે.
ચોમાસામાં કે પવન ફૂંકાય ત્યારે આ વાયરો ગમે ત્યારે તૂટીને નીચે પડે તેવી સ્થિતિ છે મકાનોની નજીક જોખમ: કેટલાક વિસ્તારોમાં તો વીજ પોલ અને મોટા ફ્યુઝ બોક્સ મકાનોની બાલ્કની કે બારીઓની એટલી નજીક છે કે બાળકો કે રહીશો ભૂલથી પણ તેનો સંપર્ક કરી શકે છે.પશુધનનો ભોગ લેવાયોસ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ ખુલ્લી પેટીઓ અને જમીનદોસ્ત વાયરોને કારણે અનેક કિંમતી પશુઓ વીજ કરંટનો ભોગ બની ચુક્યા છે. પશુપાલકોમાં આ બાબતે ભારે આક્રોશ છે કારણ કે તેમની રોજીરોટી સમાન પશુઓ તંત્રની આળસને કારણે જીવ ગુમાવી રહ્યા છે.
જનતાનો સવાલ: જવાબદાર કોણ?
નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં MGVCLના તંત્રના પેટનું પાણી હલતું નથી. લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ માસૂમ બાળક કે નાગરિકનું આને કારણે મૃત્યુ થશે, તો તેની જવાબદારી કોણ લેશે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ડભોઈના જાગૃત નાગરિકોની માંગ છે કે MGVCL વહેલી તકે યુદ્ધના ધોરણે સર્વે કરી, તમામ ખુલ્લી પેટીઓને લોક કરવામાં આવે અને જોખમી લટકતા વાયરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગવા પામ્યું છે

