વિસાવદર નજીક પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ પંચકેસરી હનુમાન મંદિરે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય રીતે રાષ્ટ્રધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શ્રી પંચકેસરી મહારાજના સાનિધ્યમાં 143 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ખોડલધામ રથ પંચકેસરી ખાતે પહોંચતા આઈ ખોડલ રથની આરતી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશિષ્ટ આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ મળ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કાકુબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌમાં દેશપ્રેમની લાગણી ઉજાગર કરી હતી. આ પ્રસંગે વિસાવદર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી રાજકીય, ધાર્મિક તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ પંચકેસરી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

