ચોકડી,જેપર,બોરાણા,કિશાન,નર્મદા,ખોડીયાર ખાંડીયા,નારાયણ સહિતનાં ચુડાનાં મોટાભાગનાં ફીડરો બંધ થતાં ખેડૂતો નાયબ કાર્યપાલક ઇજનેર ચુડાને આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી ફીડરો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી
પીજીવીસીએલ ચુડાની નબળી કામગીરીને કારણે વીજ પુરવઠો ખોરવાયો હોય તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
પ્રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ આધારિત હોય તેવો ખેડૂતોનો આક્ષેપ છે.
સામાન્ય વરસાદ અને પવન ફૂંકાયો હોય તો પણ આંઠ આંઠ દિવસ વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
વીજ પુરવઠાની લાઈન રીપેરીંગ માટે ગેંગ માત્ર નહિવત પ્રમાણમાં હોવાથી ચુડા તાલુકાનાં મોટાભાગના ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.
અનેકવાર રજૂઆતો તેમજ ફોન કરવા છતાં ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી.ચોકડી ગામનાં હેલ્પર દ્વારા અનેક વાર ફોન કરવા છતાં ફોન ન ઉઠાવતાં ખેડૂતોએ ઉગ્રહ રજૂઆત કરી હેલ્પર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
હાલ ખેડૂતોને આગોતરા પાક માટે વીજ પુરવઠાની જરૂરિયાત હોય નિરંતર વીજ પુરવઠો મળતો નથી અને માત્ર કાગળ પર જ પ્રીમોનસુન કામગીરી થતી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

