વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી સંત લક્ષ્મીપુરા પાસે કૃણાલ ચાર રસ્તા પર ભરતા ઢગલા બજારને લઇ વિવાદ ચાલતો હતો,ત્યારે આજે અહીં દબાણ હટાવવાની કાર્યવાહી થતાં વેપારીઓમાં હોબાળો મચી ગયો. JETCO દ્વારા હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોવાથી મહાનગર પાલિકાએ નોટિસ આપીને દબાણ દૂર કરવા સુચના આપી હતી.પોલીસના બંદોબસ્ત વચ્ચે પાલિકાની દબાણ ટીમે લારીઓ,છાપરા સહિતના દબાણો જેસીબી વડે દૂર કર્યા હતા જોકે અહીંના ગરીબ વેપારીઓએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “રોજી-રોટી ક્યાંથી આવશે?” જોકે આખરે દબાણો દૂર કરવાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

