35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
સુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની પુનઃ વરણી કરવામાં આવી.

રાજ્યભરમાં મોટાભાગનાં જિલ્લા અને શહેરને તા.૬ માર્ચને ગુરૂવારના‌ રોજ નવા ભાજપ પ્રમુખનાં નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી હતી.જ્યારે વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હોળાષ્ટકમાં ભારતીય જનતા પાર્ટી શહેર અને જિલ્લા સંગઠનનાં પ્રમુખોનાં નામો જાહેર કરવાનું શરૂ કર્યું હતું.ત્યારે અંદાજે ૩૩ જિલ્લા તેમજ મહાનગરપાલિકામાંથી પ્રમુખોની યાદી તૈયાર કરવામાં આવી હતી.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને પુનઃ રીપીટ કરવામાં આવતાં સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની હિતેન્દ્રસિંહની બીજી ઈનિંગ શરૂ થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ તકે જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્”ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણને પુનઃ વરણી થતાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહની બીજી ઈનિંગ શરૂ કરી છે.
આ અગાઉ હિતેન્દ્રસિંહ ચૌહાણ એક ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે,બે ટર્મ જીલ્લા મહામંત્રી,બે ટર્મ પૂર્વ,જીલ્લા યુવામોર્ચા અધ્યક્ષ, અને ચોટીલા મંડલનો પદભાર સાંભળી ચૂક્યા છે.
આ તકે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કમલમ્ ખાતે ભાજપ આગેવાનો,કાર્યકરો અને ચુડા તાલુકા યુવા મોરચાની ટીમ વિપુલભાઈ મીઠાપરા,શિવભા રાણા,દિનેશભાઈ ચૌહાણ,સંજયસિંહ ચાવડા,હાર્દિક માત્રણિયા,બાબુભાઈ વિસ્તારક સહીતનાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડા તાલુકાનાં કારોલ ગામે ગામ તળ વિસ્તારમાં અજગરનું રેસ્ક્યુ

admin

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

ચુડા તાલુકામાં અકસ્માતોની વણઝાર વાહન અકસ્માતનો શીલશીલો યથાવત.

admin

Leave a Comment