33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પ્રતિબંધિત કફ સિરપથી બે માસૂમ બાળકોની હાલત ગંભીર થતાં ICUમાં દાખલ

ડભોઇ પ્રતિબંધિત કફ સિરપથી બે માસૂમ બાળકોની હાલત ગંભીર હોવાને કારણે ડભોઇની ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા જોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની આશંકા લોકોમાં સેવાય રહી છે…

​ડભોઇ: તાલુકાના સિતપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના બે માસૂમ બાળકોને સિતપુર ગામના ખાનગી ડોક્ટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની છે… ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગા નામના ભાઈ-બહેનને તાત્કાલિક ડભોઇની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટર દ્વારાજાણવા મળ્યું છે.

​બાળકોના સ્પેશ્યલિસ્ટ ડોક્ટર દક્ષિયા મોદી એ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સિરપ દવા લેવાના કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે. આ ઘટનાએ ડભોઇ નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા જોલા છાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલો પ્રજાએ ઉભા કર્યા છે… સમગ્ર ઘટનાની વિગત:સિતપુર ગામે મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગાને બીમાર થતાં તેમને સિતપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા. આ ડોક્ટરે તેમને કફ સિરપ દવા આપી હતી. જોકે, આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઇની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા છે.તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ:દેશમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં, પ્રતિબંધિત કફ સિરપના કારણે નાના બાળકોના મૃત્યુની મોટી ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોગ્ય તંત્ર સક્રિય થાય તે જરૂરી છે.સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી ડભોઇ તાલુકા અને નગરના ગામડાઓમાં ધમધમતા બોગસ ડોક્ટરો અને ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબોની સઘન તપાસ કરે. જો આ મામલે કડક પગલાં લેવામાં આવે અને તપાસ થાય તો દવાઓ અને મેડિકલ પ્રેક્ટિસના ક્ષેત્રમાં મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી શક્યતા છે નુ લોકો દ્વારા જાણવા મળે છે… તંત્ર દ્વારા પ્રતિબંધિત અને નકલી દવાઓના વેચાણ પર પણ કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે…

Related posts

ડભોઈ વન વિભાગ કચેરી ‘ગુજરાત મોડેલ’ની વાતો વચ્ચે જર્જરિત ઈમારતનો કડવો ચિતાર

admin

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું

admin

Leave a Comment