શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના તમામ વણકર સમાજના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે તૃતીય જીવનસાથી પસંદગી મેળો-2025 નું આયોજન બરોડા કેરલા સમાજમ હોલ, મકરપુરા વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં કુલ 105 લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ તેમની ઉમેદવારી નોંધાવી ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમૃતભાઈ પરમાર જણાવ્યું હતું કે સમાજના દીકરા દીકરીઓને તેમના પસંદગીનું યોગ્ય પાત્ર મળે તે માટે આ મેળાનું અમો દર વર્ષે આયોજન કરીએ છીએ. સમાજના મહામંત્રી જશુભાઈ પરમારે જણાવ્યું હતું કે મોંઘવારીમાં સમાજમાં ખર્ચાનું પ્રમાણ ઘટે અને સમાજના દરેક લોકોને આર્થિક દ્રષ્ટિએ પોસાય, તે હેતુથી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, કાર્યકરો તથા લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ તેમના વાલીઓ સાથે ભાગ લીધો હતો.

