36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અતિ મહત્ત્વના ડભોઇ-શિનોર ચોકડી માર્ગ પર રસ્તાના કામનાં મશીનોથી ટ્રાફિક જામ

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અતિ મહત્ત્વના ડભોઈ-શિનોર ચોકડી માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા રોડના કામ માટેનાં મશીનોને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુખ્ય માર્ગ પર જ મશીનો મૂકી દેવાતાં રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો છે, જેનાથી વાહનોની અવરજવર અટવાઈ રહી છે.વડોદરા જિલ્લાનો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ માટેનો મુખ્ય રસ્તો છે, ત્યારે આવા વ્યસ્ત માર્ગ પર જ રસ્તાનું કામ અધૂરું મૂકીને મશીનો પડ્યા રહેવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. એક તરફ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, જેના કારણે વાહનોની અવરજવર વધુ રહે છે, તેવામાં સાંકડા બનેલા રસ્તા પરથી સામે-સામેથી વાહનો આવતાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
​પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકો બંનેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ વિલંબને કારણે હેરાનગતિ ભોગવવી પડે છે.
​સ્થાનિકો અને વાહનચાલકોની તંત્રને આગ્રહભરી વિનંતી છે કે, દિવાળીના તહેવાર અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડ પર મૂકી રાખેલા આ મશીનોને હટાવીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.

Related posts

ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ માલમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ મુદ્દે ઘરના અને પૂતળા દહન યોજવામાં આવ્યું

admin

“ઓપરેશન પરાક્રમ” અંતર્ગત બનાવટી ચલણી નોટો બનાવતા બે આરોપી ઝડપાયા

admin

સોસાયટીમાં ભરાયા પાણીનો‌ નીકલ ના આવતા ડભોઈ નગર પાલિકા સામે હલ્લાબોલ

admin

Leave a Comment