Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિતુ તેના પરિવારના ત્રણ મળી પાંચ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

વડોદરા તાલુકાના રતનપુર ગામના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો સહિતુ તેના પરિવારના ત્રણ મળી પાંચ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને પત્રકાર પરિષદ યોજી….

વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજી પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિતોની આ ગુનાહીત પ્રવૃત્તિને નેસ્તાનાબુદ કરવા માટે આખરે જીલ્લા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી તેમના અદાલતમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ આ સૌપ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇગ્લીંશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલમુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃતિ શરુ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી તેમની આ અસામાજીક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે. આવોજ એક બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ જે ૨૦૦૫ની સાલની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની સામે ખૂનની કોશિપ, સરકારી કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરતો, લાખોના દારૂની હેરાફેરી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા સહિત ૩૧ ગુના નોંધાયેલા છે. તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃતિ ચાલુ જ રહી હતી. એટલુંજ નથી તેના પરિવારના હિતેષ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ, તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ, તેનો દિકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડીયા રોડ, હીરાબા નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારિયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પૂરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામાં પોલીસ મથકે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે

Related posts

વડોદરા RTO કચેરી ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ

admin

સ્માર્ટ શાસકો અને સ્માર્ટ તંત્ર દ્રારા વરસાદી કાંસો અને ઝૂંપડપટ્ટીને છુપાવવામાં આવી

admin

પ્લેન ક્રેશમાં માંજલપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

admin

Leave a Comment