36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતી “એક ભારત આત્મનિર્ભર ભારત” પદયાત્રાના સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતી “સરદાર@150 – એક ભારત આત્મનિર્ભર ભારત” પદયાત્રા સંદર્ભે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.આ પત્રકાર પરિષદની અધ્યક્ષતા સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવી. તેમણે આવનારી જિલ્લા કક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા સંબંધિત કાર્યક્રમોની વિગતવાર માહિતી પત્રકાર મિત્રો સમક્ષ રજૂ કરી.તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે “એકતા અને આત્મનિર્ભરતા”ના સંદેશ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે. કાર્યક્રમોમાં વિવિધ શૈક્ષણિક, સામાજિક અને યુવક સંગઠનોની સક્રિય ભાગીદારી રહેશે.પત્રકાર પરિષદમાં જિલ્લા અધિકારીઓ, પદયાત્રા આયોજન સમિતિના સભ્યો તથા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે સાંસદ તથા ધારાસભ્યએ સૌને આ પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્ર એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરી.

Related posts

વડોદરા ખાતે મોમ્સ ઓફ વડોદરા સંસ્થા દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે ધ પિંક પાવર રન યોજવામાં આવી

admin

તેજગઢ ભાષા કેન્દ્રમાં LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશને સોલાર સિસ્ટમ માટે 35 લાખ આપ્યા

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલનું PM ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખાતમુહૂર્ત

admin

Leave a Comment