ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિનો હોવાથી આ દોડ યોજવામાં આવી છે. મહિલાઓ માટે ફિટનેસ અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસના હેતુ સાથે 5 કિલોમીટર ની મહિલા પિંક રન યોજાઇહતી
પ્રિયંકા કપૂર દ્વારા સ્થાપવામાં આવેલ મોમ્સ ઓફ વડોદરા પ્રથમ અને એકમાત્ર પ્લેટફોર્મ છે. આ જૂથ મહિલાઓને બિઝનેસ નેટવર્કિંગ, શારીરિક અને માનસિક સુખાકારી જેવા વિવિધ પાસાઓ પૂરી પાડે છે.
મહિલાઓ અને ખાસ કરીને માતાઓમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે, MOV દરેક મહિલા દિવસે સાડી રનનું આયોજન કરે છે.

