36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા અંગે ધારાસભ્ય સહિત કલેકટર, ચીફ ઓફિસર અને એજેન્સીએ સ્થળની મુલાકાત લીધી

છોટાઉદેપુર નગર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટને રિવરફ્રન્ટ તરીકે વિકસાવવામાં આવે તે અંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સરકાર તરફથી સકારાત્મક અભિગમ મળતાં આનંદ ફેલાયો છે. ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બાબતે આજરોજ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધમેલીયા સહિત નગરપાલિકા ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડ તથા સંબંધિત એજેન્સી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
છોટાઉદેપુર નગરમાં ઓરસંગ નદીની રોનક બદલાઈ જાય અને નગર એક વિકાસની કેડીએ આગળ વધે તેના આશયથી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈને સરકાર તરફથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર વિધાન સભાના ધારાસભ્ય, છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને નગર પાલિકાના ચીફ ઓફિસર ,અને કન્સલન્ટ એજેન્સીએ સ્થળની મુલાકાત લીધી હતી. અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર ઓરસંગ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવશે તો શહેરી વિસ્તારના લોકોને ફરવા ફરવા માટે રમણીય સ્થળ બની રહેશે. જ્યારે સંપૂર્ણ કામગીરી બાબતે ઉચ્ચ કક્ષાએ ટૂંક સમયમાં રિપોર્ટ કરી દેવામાં આવશે. ત્યારબાદ મંજૂરી મળતા કામગીરી શરૂ થશે.

Related posts

સાંસદ અને તમામ ધારાસભ્યો મળીને રાજ્ય સરકારમાં રજૂઆત કરશે….

admin

દસ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

admin

ગોત્રી પોલીસ સ્ટેશનના બળાત્કાર તેમજ એટ્રોસીટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ

admin

Leave a Comment