33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતરાજ્યો

ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજી વિરુદ્ધ કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને સિંધી સમાજમાં ભારે રોષ

છત્તીસગઢના રાયપુરમાં અમિત વઘેલ દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજી વિરુદ્ધ કરવામાં આવેલી અયોગ્ય ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં અને ખાસ કરીને સિંધી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ગુજરાતના વડોદરા શહેરમાં પણ આ મુદ્દે સિંધી સમાજ સાથે અન્ય સમાજોએ મળીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. લહેરીપુરા ખાતે આવેલા ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજીના મંદિરે, લહેરીપુરા સિંધી વેપારી મંડળના તમામ સભ્યો,સંત માતા માયાદેવી દરબારના સાંઈ કમલેશ લાલજી, શ્યામભાઈ વાસવાણી (શ્યામ બેગના ઓનર),રાજકુમાર ચંદાની,કોમલબેન કુકરેજા, બોબીભાઈ છુટાણી સહિત અન્ય અનેક માન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌએ અમિત વઘેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી કરી હતી જેથી આવું વર્તન ફરી કોઈ વ્યક્તિ દ્વારા ન થાય અને ધાર્મિક સૌહાર્દ અખંડિત રહે.

Related posts

રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ હવે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ

admin

રોજી રોટીની તલાશમાં આવેલા મધ્ય પ્રદેશના આવેલ આધેડની નિર્મમ રીતે હત્યા તેના જ સાથીઓએ કરી

admin

મુખ્યમંત્રીની પાન પડીકી મામલે ટકોર, ડેપ્યુટી મેયર એ ઓફિસ બહાર લગાવ્યું બેનર.

admin

Leave a Comment