ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16માં નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિક નગરસેવિકા ની ગેર હાજરી જોવા મળી…
દિવાળી પર્વ બાદ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડ માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 16માં પણ સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૂંટાયેલ સ્થાનિક નગર સેવકો માંથી 3 નગર સેવકો ગેર હાજરી જોવા મળી રહી જેમાં અલ્કાબેન પટેલ, સ્નેહલબેન પટેલ ની હાજરી જોવા મળી ન હતી. આમતો સ્નેહી મિલન કાર્યક્રમ તમામ નગરસેવકો ની હાજરી જોવા મળતી હોય છે પરંતુ અંદર ને અંદર અન બન ને લઈ અલ્કાબેન પટેલ, સ્નેહલબેન પટેલ કાર્યકમ માં ગેર હાજર જોવા મળ્યા હતા. અને સ્નેહી મિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન માટે લોકોની પાડામ પડી જોવા મળી હતી. આ કાર્યકમ માં માંજલપુર ના ધારાસભ્ય, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

