27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે

પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે. મહાનગરપાલિકા દ્વારા પશુ પંક્ષી એક્સચેન્જના ભાગરૂપે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેના પગલે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે. મ્યુનિ. કમિશનર અરૂણ બાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી છે. જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખી પ્રાણી અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા. જેમાં સિંહના બે બચ્ચા લેવામાં આવ્યા, તેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું. આ ઉપરાંત સયાજીબાગમાં નવું માઇનોર એક્વેરીયમ પણ તૈયાર કરવામાં આવશે.

પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડો. પ્રત્યુશ પાટણકરના જણાવ્યા અનુસાર હાલમાં વડોદરા પ્રાણીસંગ્રહાલય પાસે ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે. તેમાં ટૂંક સમયમાં બે સફેદ વાઘનો ઉમેરો થશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત અન્ય પશુ-પક્ષીઓ માટે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી આવ્યા બાદ તેનો પણ ઉમેરો થશે.

Related posts

વડોદરા નગર પ્રાથમિક સંચાલિત શાળા ડોંગરેજી મહારાજ સ્કૂલ ખાતે આજે લાઇબ્રેરી નું વિમોચન કરવામાં આવ્યું

admin

ડભોઈમાં તંત્રની બેદરકારી પાણીની ટાંકીનું લોકાર્પણ થયું, પરંતુ નગરજનોને પાણી ન મળ્યું

admin

વડોદરાના ગાજરાવાડી સ્લોટર હાઉસની નર્કાગાર હાલત મૃત જાનવરોના નિકાલની વ્યવસ્થા ઠપ્પ

admin

Leave a Comment