રેલવે એલ.સી.બીએ ચેકિંગ દરમિયાન પુરી–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ભારે પ્રમાણમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસ તપાસ દરમ્યાન 50.410 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો જેની બજાર કિંમત અંદાજે 25.20 લાખ જેટલી થાય છે. ટ્રેનના ડબ્બામાં બિનમાલિકી બેગમાં છુપાવી રાખેલ ગાંજાને રેલવે LCB ટીમે કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.ગાંજાના મોટા જથ્થા ઝડપાતા રેલવે માર્ગે ચાલતી નાર્કોટિક્સ હેરાફેરી અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની દિશામાં તપાસ તેજ કરી છે.

