30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં કલેક્ટર કચેરીએ આંગણવાડી કાર્યકરોનો કલેક્ટર કચેરીએ ઘેરાવો

વડોદરા શહેરના Vadodara નવી કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ચીમકી આપી હતી કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ભૂખ હડતાળ પર પણ ઉતરાશે.

આંગણવાડી કાર્યકરોએ Vadodara Municipal Corporation હેઠળ કામગીરી દરમિયાન આવી રહેલી અનેક સમસ્યાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું હતું કે ફ્લેક્સી ફંડ અને અન્ય ખર્ચ માટેના નાણાં હજુ સુધી મળ્યા નથી, જેના કારણે કેન્દ્રના સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

વધુમાં, ટ્રેનિંગ માટેના મુસાફરી ભથ્થા બાકી છે, રજીસ્ટર અને અન્ય જરૂરી સામગ્રી પોતાના ખર્ચે ખરીદવી પડે છે તેમજ બાળકોને આપવામાં આવતા નાસ્તા અને દૂધની ગુણવત્તા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બિલોની ચુકવણીમાં અનિયમિતતા અને સાફ-સફાઈ માટે પણ પોતાને ખર્ચ કરવો પડે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી.

કાર્યકરોએ તંત્રને વિનંતી કરી છે કે બાકી રહેલા તમામ નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે, જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે અને પોષણ યોજનાની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે.

હાલમાં કાર્યકરો દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યું છે અને તંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળ્યે આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ડભોઇ રામનવમી પર્વ નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

admin

નવરાત્રી નજીક આવતા જ ડભોઈ શહેર તેમજ તાલુકમાં અવનવી ગરબીઓનું વેચાણ

admin

કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરાય

admin

Leave a Comment