વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યની ટકોર બાદ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને સુરસાગર તળાવ ફરતે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કર્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે થોડા દિવસ પૂર્વે મળેલી સંકલનની બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે શહેરમાં હજી પણ ભેળસેડીયા તત્વો બેફામ બન્યા હોય આરોગ્ય વિભાગ દ્વારા તેમની પર કાર્યવાહી કરવાની ટકોર કરી હતી. જે બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ રોડ ઉપર ઉભી રહેતી ખાણી પીણાની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાયસન્સ રજીસ્ટ્રેશન નહીં હોવાથી અને અનહાઇજેનિક અને શિડ્યુલ ફોરનું પાલન ન કરતા હોવાથી ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી હતી.પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ફૂડ સેફ્ટી વ્હીલ વાન સાથે રાખીને આ ચેકિંગ કર્યું હતું.

