કારેલીબાગ જલારામ મંદિર પાસે ગાયત્રી હબમાં આવેલ પોપ્યુલર ફૂટવેર નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ફૂટવેર નું વેચાણ થતું હોવાની માહિતીના આધારે ખાનગી કંપનીના માણસોએ પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જ્યાં ટાઈગર કંપનીના નામે ડુપ્લીકેટ મટિરિયલનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દુકાન સંચાલક વારસિયા વિસ્તારના રહેવાસી રોશન ઠાકોરદાસ ટહેલરામાણીની અટકાયત કરી ટાઈગર કંપનીના રૂપિયા 15000 ઉપરાંત ની કિંમત ધરાવતા ડુબલીકેટ 72 જોડી સેફટી શુઝ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

