33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કરોડોના ખર્ચે બનેલા ડભોઇ તાલુકાના શીરોલા હાઇવે પર ભયંકર બેદરકારી

કરોડોના ખર્ચે બનેલા ડભોઇ તાલુકાના શીરોલા હાઇવે પર ભયંકર બેદરકારી: સોલ્ડર અને માર્કિંગના અભાવે વાહનચાલકોની જિંદગી જોખમમાં

​ડભોઇ તાલુકાના શીરોલા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ડભોઇથી શીરોલા સુધીનો નેશનલ હાઇવે (ફોર-લેન) માર્ગ હાલમાં વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા છતાં, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે સલામતીના પાયાના કામો બાકી રાખવામાં આવ્યા છે, જેના કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની કિનારીઓ અને સફેદ પટ્ટાનો અભાવ: નવા બનેલા આ માર્ગ પર સલામતી માટેના બે મુખ્ય ઘટકોનો અભાવ છે:​સોલ્ડર (બાજુનો રસ્તો) નો અભાવ: કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બંને બાજુએ નિયમ મુજબ સોલ્ડર બનાવવામાં આવ્યું નથી. તેના બદલે, જૂના રોડની તોડેલી કપચી અને બાકી રહેલો કચરો રોડની આજુબાજુ એમ જ નાખી દેવામાં આવ્યો છે. પરિણામે, વાહનચાલકને જો ઇમરજન્સીમાં વાહન કિનારી પર લેવું પડે, તો ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે.
​વાઈટ પટ્ટા (લેન માર્કિંગ) નો અભાવ: કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ફોર-લેન માર્ગ પર ક્યાંય પણ સફેદ પટ્ટા (લેન ડિવિઝન માર્કિંગ) મારવામાં આવ્યા નથી. આને કારણે રાત્રિના સમયે વાહન ચલાવવું અત્યંત જોખમી બની ગયું છે, કારણ કે વાહનચાલકને રોડની મર્યાદા કે લેનનો અંદાજ આવતો નથી. ડભોઇ-ચાણોદ-રાજપીપલાનો મુખ્ય માર્ગ જોખમી:

​આ રસ્તો માત્ર ડભોઇ અને શીરોલાને જ નહીં, પરંતુ ચાણોદ, કરનાળી, પોઇચા, રાજપીપળા અને શિનોર જેવાં મહત્ત્વપૂર્ણ સ્થળોને જોડતો મુખ્ય માર્ગ છે. ભારે વાહનવ્યવહાર અને પ્રવાસીઓની અવરજવર ધરાવતા આ માર્ગ પર સલામતીના પગલાં ન લેવાતાં, સ્થાનિકો અને પ્રવાસીઓ સતત તકલીફમાં મુકાયા છે. સોલ્ડર અને માર્કિંગના અભાવે અકસ્માતની શક્યતાઓ અનેકગણી વધી ગઈ છે.અધિકારી-કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે
​સ્થાનિક જનતામાં એવી ચર્ચા છે કે, કરોડો રૂપિયાના સરકારી પ્રોજેક્ટમાં આટલી મોટી બેદરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી વિના શક્ય નથી. ગુણવત્તાના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરીને જનતાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. જનતાની તાત્કાલિક માંગ:
​પ્રશાસન તાત્કાલિક આ ગંભીર બેદરકારીની નોંધ લે અને નીચે મુજબના પગલાં ભરે:
​યુદ્ધના ધોરણે રોડની બંને બાજુએ સોલ્ડર બનાવવામાં આવે.સલામતી માટે તાત્કાલિક ધોરણે લેન ડિવિઝન માટેના સફેદ પટ્ટા (વાઈટ માર્કિંગ) મારવામાં આવે. તો વાહન ચાલકોને રાહત થઈ શકે

Related posts

વાઘોડિયામાં એક્ટિવા પર જતી માતા-પુત્રીને ડમ્પર ચાલકે અડફેટે લીધી

admin

ડભોઇ–વડોદરા રોડ પર મુસાફરોની મુશ્કેલી યથાવત, પલાસવાળા ફાટક પાસે લાંબા ટ્રાફિક જામ

admin

વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વે “શિવજી કી સવારી”નું આયોજન

admin

Leave a Comment