35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

વાઘોડિયામાં એક્ટિવા પર જતી માતા-પુત્રીને ડમ્પર ચાલકે અડફેટે લીધી

વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં રોડ પર વાહન લઈને જઈ રહેલા માતા-પુત્રીને ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં માતા-પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન માતા તો સારવાર હેઠળ છે, પરંતુ પુત્રી વધુ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

વાઘોડિયા માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ડમ્પર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા માતા-પુત્રીને અડફટે લીધા હતા.તો બીજી તરફ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈ ભાગી ગયો હતો અને આ સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે.પોલીસે સીસીટીવીના આધારે ડમ્પર ચાલકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કેસમાં પુત્રીનું પીએમ કરવામાં આવશે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.સમગ્ર ઘટનામાં ઘટનાની જાણ થતાની સાથે લોકોએ માતા-પુત્રીને સારવાર હેઠળ ખસેડયા હતા અને પોલીસે ઘટના સ્થળે જઈ આસપાસના લોકોના નિવેદન પણ લીધા હતા. પિતા વિદેશમાં રહે છે અને માતા-પુત્રી વાઘોડિયામાં રહે છે. હાલ તો ડમ્પર ચાલકને પોલીસ પકડી શકી નથી. ત્યારે બેફામ રીતે રોડ પર દોડતા ડમ્પરો લોકોના જીવ શુદ્ધા લઈ લે છે અને પોલીસ આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં પણ ખચકાટ અનુભવતી હોય તેવું લાગી રહ્યું છે.હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Related posts

ડભોઈમાં સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

admin

કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર, ઇ-વોર્ડ 14માં દબાણ હટાવ કાર્યવાહી

admin

જશને આઝાદી અંતર્ગત અમમ ફાઉન્ડેશન દ્રારા બિગ દસ્ટબીન મેકીંગ સ્પર્ધા નું આયોજન

admin

Leave a Comment