Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી શિડ્યુલ ચાર ની નોટિસ ફટકારવામાં આવી હતી.

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે તાજેતરમાં મળેલી સંકલનની બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય તત્વોને ડાંભા અને જરૂરી કાર્યવાહી કરવાની ટકોર કરી હતી. જે બાદ સતત પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું. આજે પણ પાલિકાના આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જ્યાં ક્ષતિ જણાઈ આવતા શિડ્યુલ ચારની નોટિસ આપવામાં આવી છે. તેમજ તેલના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા, સાથે સાથે જુના તેલના ડબ્બાઓ અંગે ગાઈડલાઈન.ની માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત જુના ડબ્બામાં તેલ નહીં આપવા માટે સૂચના આપવામાં આવી હતી.આ કામગીરી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન

admin

સેન્ટ્રલ જેલમાં જૈલર દ્રારા માર મારવામાં આવ્યો : આરોપીના પરિવારજનોના આક્ષેપો

admin

વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી….

admin

Leave a Comment