વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા SIR ને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. શહેરના પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થાનિક અને પ્રદેશ કક્ષાએથી મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારી રામકિશન ઓઝા તેમજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રામ કિશન ઓઝાએ SIR ની પ્રક્રિયાને કોંગ્રેસના વોટ કાપવાનું ષડયંત્ર ગણાવ્યુ હતું.અન્ય રાજ્યોમાં ભાજપની થયેલી જીતને રામકિશન ઓઝાએ ઇલેક્શન કમિશનની જીત ગણાવી હતી.

