વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધ મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો
ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જે હોય નોકરી સમય દરમિયાન મોત થતા પરિવારજનોમાં ભારે આક્રોશ
પરિવારજનોની માંગ જ્યાં સુધી વળતરની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી મૃતદેહને અહીંથી ઉઠાવવા નહીં દઈએ મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સ્થળ પર એકઠા થયા
મૃતકનું નામ હરીજન ગોપાલભાઈ જેવો આ ધ કન્ટેનર પાર્કમાં સાફ-સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રીના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરીજન ગોપાલભાઈ ને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યુરિટી ની જવાબદારી સોંપી હતી તેમને અચાનક તેમનું મોત થતાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો તેમના સદસ્યનું રહસ્યમય મોત નીપજયું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હોય તો કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય વર્તનની માંગ કરી
ઘટના સ્થળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ એસીપી પી.આઈ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સમજાવી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી
પરિવારજનો પોલીસને મૃતદેહ ઉઠાવાની નાં પડી પોલીસની પીએમ થાય બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી પણ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વળતર ના મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દઈએ તેવું કહીને રોષ વ્યક્ત કરી રહ્યા છે

