38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોમી એકતા નું જીવંત ઉદાહરણ : પઠાણ અને સૈયદ પરિવારનો ગણેશોત્સવ ડેકોરેશન

ગણેશોત્સવનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરામાં એક અનોખો અને પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી પઠાણ અને સૈયદ પરિવાર ગણેશોત્સવ સહિતના તમામ હિન્દુ તહેવારોમાં મંડપ અને ઘરનું સુંદર ડેકોરેશન કરીને કોમી એકતા અને સૌહાર્દ્રનું સંદેશો આપી રહ્યા છે.

આ બંને પરિવારોનો વ્યવસાય માત્ર રોજગાર માટે નથી, પરંતુ સમાજમાં પ્રેમ, ભાઈચારું અને એકતા ફેલાવવાનો એક સુંદર માધ્યમ છે. માત્ર ગ્રાહકો શું ઈચ્છે છે તે જ નહીં, પણ ઉત્સવની ભાવના સાથે મેળ ખાતું ડિઝાઇન તૈયાર કરવામાં તેઓને ખાસ આનંદ મળે છે. ગણપતિ બાપાને ઘર લઈ આવતા ભક્તો માટે, મંડપનું શણગાર પ્રેમભાવથી કરવામાં આવે છે, જેથી ભક્તોનો આનંદ બમણો થાય.

પઠાણ પરિવારના તમામ સભ્યો એકસાથે મળીને, શ્રમ અને લગનથી તહેવારોમાં કાર્ય કરે છે. પછી તે ગણેશોત્સવ હોય કે નવરાત્રી, દિવાળી કે લગ્ન પ્રસંગ, દરેક સમયે તેમના ડેકોરેશનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા ઝળકતી જોવા મળે છે.

આ રીતે હિન્દુ તહેવારોમાં મુસ્લિમ પરિવારોનું સક્રિય યોગદાન માત્ર કાર્યક્ષેત્ર સુધી સીમિત નથી, પરંતુ સમાજને એક મહત્વનો સંદેશ આપે છે – કે તહેવારો કોઈ એક જાતિ કે ધર્મના નથી, પરંતુ સૌના છે.

ગણેશોત્સવમાં પઠાણ અને સૈયદ પરિવારનું આ યોગદાન વડોદરાની કોમી એકતાનું જીવંત પ્રતિક બની રહ્યું છે.

Related posts

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશન

admin

વડોદરા પારુલ યુનિવર્સિટીની બસ કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા જઈ પડી

admin

ડભોઇના મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધીના રોડ રસ્તાને લઈ લોકોએ ચક્કાજામ કર્યો

admin

Leave a Comment