Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પારુલ યુનિવર્સિટીની બસ કાબુ ગુમાવતા વિદ્યાર્થીઓ સાથે બાજુની હાઇવેની કાસમા જઈ પડી

ગોલ્ડન ચોકડીથી વાઘોડીયા ચોકડી જતી વખતે બનાવ બન્યો પારૂલ યુનિવર્સિટીની બસએલએન્ડટી કંપની નજીક ખુલ્લી કાંસમાં પલટી ગઈ

વડોદરાથી વિદ્યાર્થીઓને બેસાડીને પારુલ યુનિવર્સિટી જવા માટે નીકળેલી યુનિવર્સિટીની બસ એલ એન્ડ ટી કંપની નજીક ખુલ્લી કાંસમાં અકસ્માતે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. તેને કારણે ઘણા ખરા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. તે પૈકી યુનિવર્સિટીની બસના ડ્રાઇવર અને બે વિદ્યાર્થીઓને વધુ ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે બસની સગવડ પૂરી પાડે છે. આજે સવારે ગોલ્ડન ચોકડી થી વિદ્યાર્થીઓને ભરીને જઈ રહેલી યુનિવર્સિટીની પીળા રંગની એક બસ એલ એન્ડ ટી કંપની નજીક ખુલ્લી ડાંસમાં પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ બસમાં ૫૦ વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે ડ્રાઈવર અને બે વિદ્યાર્થિનીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ ડાઈવરે સ્ટીયરિંગપરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી લપસીને કિનારે ખાડામાં પલટી મારી ગઈ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના બાદ કપુરાઈ પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી મામલો ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી.
તમામ ઇજાગ્રસ્તોને લીમડાની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના માતા-પિતા પણ પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.
પોલીસે ગુનો નોંધી અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

Related posts

વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં પેવર બ્લોક કામગીરીને લઈ વેપારીઓમાં રોષ

admin

સોશીયલ મીડીયામા વાયરલ થયેલ વીડીયો જેમા એક ઇસમ જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હોય જેને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી સયાજીગંજ પોલીસ

admin

જેતપુર પાવીના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગની એક લાખ લીટરની પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર

admin

Leave a Comment