માંડવી ઇમારતની જાળવણી માટે અનોખો વિરોધ યાથવત જોવા મળી રહ્યો છે.ત્યારે, કોંગ્રેસ પ્રમુખે પાલિકા ખાલી વાતો કરે છે હોવાનું કહી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.
વડોદરા શહેરની એક આગ ઓળખ એટલે માંડવીની ઐતિહાસિક ઇમારત,જોકે વડોદરાના આ વારસાની જાળવણીમાં પાલિકા તંત્ર ઉણુ ઉતર્યું છે. છેલ્લા ઘણા સમયથી માંડવી ઐતિહાસિક ઈમારત અંગે વિવાદ ચાલે છે. પાલિકાનું તંત્ર અને સત્તાધીશો ઇમારતને મજબૂત કરવા કામ થશે તેવા દાવાઓ કરે છે પણ લાગી કોઈ નક્કર કામગીરી થતી લગતી નથી તેવામાં વિઠ્ઠલનાથજી મંદિરના મહારાજનો વગર પગરખાનો વિરોધ યથાવત છે આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ પણ પાલિકાને નિશાને લીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મહાનગર પાલિકા કાંઈ કામ નથી કરતી ‘ખાલી વાતો જ કરે છે.ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે કોઈ ચોક્કસ પગલાં ભરતી નથી.આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ ગતરોજ સાંસદ ડો.હેમાંગ જોશીએ રાહુલ ગાંધી માટે આપેલા નિવેદનને લઈને પણ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

