32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ્યમાં પહેલીવાર વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજ્યમાં પહેલીવાર વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું ગોત્રીમાં આયોજન, ગોત્રી પ્રીમિયર લીગ (GPL 2) નો દબદબાભેર પ્રારંભ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી પ્રીમિયર લીગ ( GPL 2) સુપર 8 ટેનિસ બોલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ઓપનિંગ સેરેમની ગઈકાલે કરવામાં આવી. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો.

ગોત્રીમાં આવેલ કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોત્રી પ્રીમિયર લીગ 2 ની વિધિવત રીતે શરૂઆત થઈ. 1 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની 48 ટીમોએ ભાગ લીધો છે. જેમાં તમામ સનાતની ખેલાડીઓ છે. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે, જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતાં લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે.

ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 31000 રૂપિયા ઈનામ અને ટ્રોફી, રનર્સ અપ ટીમને 11000 રૂપિયા ઈનામ અને ટ્રોફી, તેમજ મેન ઓફ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવશે.

Related posts

વડોદરા રેન્જના આઈ.જી.પી. દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી

admin

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના શ્રી મહિસાગર મંદિરે ચોથો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

admin

વડોદરા શહેર નજીક બિલ ગામના રહીશો દ્વારા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment