Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશનના નિર્ણય પાછો ખેચી લેવાની મોર્નિંગ વૉકર્સની માંગ

વડોદરા શહેરમાં કમાટીબાગ ગાર્ડનમાં મોર્નિંગ વૉક માટે આવનારા લોકોએ વડોદરા મહાનગર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કારણ કે વી.એમ.સી. કમિશનર અરૂણ મહેશ બાબુએ તાજેતરમાં જાહેરનામું બહાર પાડ્યું હતું કે હવે કમાટીબાગ સહિત શહેરના અન્ય ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ નિર્ણયથી નારાજ થયેલા મોર્નિંગ વોકર્સ આજે સવારે મોટી સંખ્યામાં ભેગા થઈ પાલિકા સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે ગાર્ડન શહેરના લોકો માટે પ્રાકૃતિક શ્વાસસ્થળ છે અને અહીં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું લોકહિતમાં નથી.

વોકર્સે માંગ કરી હતી કે કમિશનરે જાહેર કરેલું રજિસ્ટ્રેશન સંબંધી નિયમ પાછો ખેંચવો જોઈએ. તેઓએ પાલિકા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય સામાન્ય નાગરિકોને અનાવશ્યક તકલીફમાં મૂકે છે.

Related posts

ડભોઇના વેપારીઓ ચિંતામાં નવરાત્રિ નજીક, છતાં મૂર્તિઓનું વેચાણ ઘટ્યુ

admin

પાદરાના આવેલ અંબાજી તળાવ ખાતે દશામાંની દસ દિવસ પુજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું

admin

બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા જન જનની સુખકારીના લાભાર્થે વિવિધ યોજનાનો કેમ્પ યોજાયો

admin

Leave a Comment