43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા બાર એસોસિયેશન ચૂંટણી : 30% મહિલા અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન

વડોદરા બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડ-લાઇનને અનુસરીને મહિલાઓ માટે 30 ટકા અનામત લાગુ કરવામાં આવ્યું છે, જેના માટે એસોસિયેશનની કુલ બેઠકોમાં 1 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખજાનચી (Treasurer) ની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે.આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે નલિન પટેલએ ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે.​જનરલ સેક્રેટરી (General Secretary) પદ ​રીતેશ ઠક્કરએ આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે.​મેનેજિંગ કમિટી (Managing Committee) ​સિદ્ધાર્થ પવાર અને ધવલ પટેલએ મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે…

સાથે જ નલિન પટેલ કે સતત ચોથી વખત પ્રમુખ પદ ને દાવેદારી નોંધવાતા મતદારો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ને જીત પાક્કી ગણાવી છે.

Related posts

ડેસરની એમ.કે. હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શુભ પ્રારંભ

admin

સુશાસન સપ્તાહના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પાલિકા દ્વારા આયોજન

admin

બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

admin

Leave a Comment