વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નો 58 માં જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃતિ નવા વરસની શરૂઆત કરવામાં આવી. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્યોથી નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે ભગવાન દત્ત જયંતિ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દત્ત મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલ ગેટ નંબર બે ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે 200થી વધુ દિવ્યાંગ જનોને અનાજની કીટ, ધાબળા, અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. અને ગોરજ ખાતે મન બુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન કરી ઉજવણી કરવામાં આવશે અને વાઘોડિયા ની કુમાર શાળામાં 1200 વિધાર્થી સાથે કેક કાપીને આઇસ્કિમ વિતરણ કરી આખા દિવસે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ સેવાકીય કાર્ય કરી 58 માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

