Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ

વડોદરા શહેરના મંડવી વિસ્તારમાં ભીડ દરમિયાન થયેલી મોટી ચોરીનો ચીનિટીવાડી પોલીસ સ્ટેશને ત્વરિત ભેદ ઉકેલી નાખ્યો છે. ખરીદી કરવા આવેલી મહિલાના પર્સમાંથી અજાણ્યા ચોરે ₹7.56 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરી લીધા હતા.

પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે તપાસ આગળ ધપાવી. મળેલી માહિતી પરથી પોલીસે અમદાવાદમાં છાપો મારી 4 સભ્યોની ચોરીની ગેંગને ઝડપી પાડી. તેમના કબજામાંથી ₹7.15 લાખના સોનાના દાગીના મળી આવ્યા.

પોલીસ મુજબ ગેંગ નાના બાળકોને સાથે રાખીને ભીડભાડવાળા વિસ્તારોમાં નજરચૂકીની ચોરી કરતી હતી. ઝડપી કાર્યવાહીથી મોટા મૂલ્યનો મુદ્દામાલ રીકવર થતાં પોલીસને મહત્વની સફળતા મળી છે.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ

admin

અમેરીકાની કોલેજમાં એડમિશન અપાવવાનુ જણાવી સ્ટુડન્ટ વિઝાના પ્રોસેસની ફિ પેટે દોઢ લાખ રૂપિયાથી વધુ રકમ ઠગાઇ કરનાર આરોપી પકડાયો

admin

છેલ્લા ચાર દિવસ થી ફરી એક વખત આંગણવાડીના બાળકો ફ્લેવર દૂધના પાઉચ થી વંચિત

admin

Leave a Comment