36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ

વડોદરા શહેરમાં ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ ચાર રસ્તા નજીક માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ મંડળી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના દિવસોમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે. દિવસેને દિવસે વધતી ગરમીને કારણે મનુષ્યો સાથે સાથે પક્ષીઓ પણ પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ સેવા કાર્ય દરમિયાન મંડળીના અધ્યક્ષ સહિત બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

સ્થાનિક લોકોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી અને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એક સારા સામાજિક સંદેશ સમાન હોવાનું જણાવ્યું હતું

Related posts

કીર્તિ સ્થંભ પર આવેલ મહાકાળી સેવઉસળની દુકાનમાં માઝાની બોટલમાં મકોડા

admin

મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને તેમના હક્કો મળે અને ન્યાયિક તપાસ થાય તે અંગે જૂની કલેકટર કચેરી ખાતે જિલ્લા આઈ.જી.ને આવેદન પત્ર

admin

ગુરુ નાનક દેવજીની 557મી જન્મજયંતિના પવિત્ર અવસર પર વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી

admin

Leave a Comment