ગેર કાયદેસર રીતે ૨૦૧૨માં લોક આઉટ થયેલ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીમાં થયેલ ચોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સંદર્ભે કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને તેમના હક્કો મળે અને ન્યાયિક તપાસ થાય તે અંગે જૂની કલેકટર કચેરી ખાતે જિલ્લા આઈ જી ને આવેદન આપવામાં આવ્યું.
૧૯૯૫ માં સ્થાપિત મોર્ડન પેટ્રોફિલ્સમાં અંદાજીત ૫૦૦/૬૦૦ કરોડ રુપિયાની મશીનરીના ચોરીના કંપનીના ડાયરેક્ટર કમલ હરિ સીંગ રાંકા તેમજ જવાબદાર અધિકારીઓ બારોબાર સગે વગે કરી ચોરીઓ કરી ગંભીર ગુનાઓ કરેલ છે. જે અંગે ની જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઈરાદા પૂર્વક થયેલ હોય તેવી કરોડો રૂપિયાની ચોરીઓ ઉપર જણાવેલ ડાયરેક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા ગાયબ કરેલ છે જેની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરી ગુણો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે.અન્યથા આ તમામ બાબતે ન છુટકે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ તમામ બાબતની ન્યાયીક માંગણી કરવાની ફરજ બનશે.

