33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી

વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી સામે આવ્યો હતો. પાડોશી યુવકને કેસમાંથી છોડવાનું પરિવારને ભારે પડ્યું હતું. અટલાદરા પોલીસ મથકનાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતીદેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી.

જેમાં ચાર સામે ગૂન્હો નોંધ્યો હતો જે પૈકી આજે ત્રણ આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી ‘વરઘોડો’ કાઢ્યો હતો.

આજે આટલાદરા પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફે ત્રણે આરોપીઓને સાથે રાખી ‘વરઘોડો’ કાઢ્યો હતો. મહત્વની વાત છે કે, વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરિતો દ્વારા કેટલાય લોકોને ધાકધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે ત્રણ આરોપીઓને લઈ જાહેરમાં ફેરવી સાન ઠેકાણે લાવી દીધી હતી.આ ચાર આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગે ફરી માથું ઉચક્યું છે. વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી. આ પરિવારને પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છોડાવવા કરેલી મદદ ભારે પડી છે. સમગ્ર મામલે માતા સૌ પ્રથમ શહેર પોલીસ કમિશનની કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી. જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઇએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

Related posts

MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ

admin

વડોદરામાં આજવા રોડ પર બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ પીસીઆર વેન પર પથ્થરમારાનો મામલો

admin

ધાડણકર પરિવાર દ્વારા ૧૫૦ વર્ષ જૂની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

admin

Leave a Comment