વડોદરા: વડોદરા લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA)ના સેક્રટરી ગઢવી સાહેબના જણાવ્યા અનુસાર આ વર્ષની અંતિમ નેશનલ લોક અદાલત 13 ડિસેમ્બર, શનિવારે વડોદરા જિલ્લામાં યોજાવાની છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ની માર્ગદર્શિકા અનુસાર ગુજરાતની તમામ અદાલતોની જેમ વડોદરાની અદાલતોમાં પણ આ લોક અદાલત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત છે.
આ લોક અદાલતમાં સમાધાન લાયક અંદાજે 30,000 કેસ મૂકવામાં આવ્યા છે. ગઢવી સાહેબે જણાવ્યું હતું કે પ્રી-લોક અદાલત સીટિંગમાં વકીલો અને ન્યાયિક અધિકારીઓના પ્રયત્નોથી 3,000 જેટલા ચેક ડિસઓનર કેસો તેમજ 100 જેટલા મોટર અકસ્માત વળતર દાવાઓનું સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું છે.
જૂના પેન્ડિંગ દાવાઓ તેમજ નાના પેટી ઓફેન્સના કેસોનું નિવારણ પણ 13 ડિસેમ્બરે જિલ્લાના તમામ અદાલતોમાં થશે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જનતાને અપીલ કરી છે કે ટિકિટ કે નવી તારીખની ઝંઝટ વગર સમાધાન દ્વારા ત્વરિત ન્યાય મેળવવાની આ અનોખી તકનો લાભ લેવો જોઈએ.

