વડોદરા શહેરના Nyay Mandir નજીક આવેલી Laheripura વિસ્તારમાં ધોળા દિવસે છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગઠિયાઓએ 65 વર્ષીય વૃદ્ધા ધનુબેન ઓડને લાલચ આપી તેમની સોનાની બંગડીઓ કઢાવી લઈ ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, ધનુબેન મંગળ બજારમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે ગઠિયાઓએ તેમને વિશ્વાસમાં લેવા માટે “આગળ મફતમાં બિસ્કિટ અને કપડાં વહેંચાઈ રહ્યા છે” એવી લાલચ આપી હતી. આ વાતમાં આવી ગયેલી વૃદ્ધાને ખબર પડે તે પહેલાં જ ગઠિયાઓએ ચાલાકીથી તેમના હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી લીધી અને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
ઘટનાની જાણ થતા જ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ગઠિયાઓ સક્રિય થયાની ચિંતા ઉભી કરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે.

