Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

ડભોઈ તાલુકાના અરણીયામાં એલસીબીનો મોટો ઘાત, ભારતીય બનાવટના વિદેશી શરાબનો રૂ. 3.31 લાખનો જથ્થો ઝડપી

અરણીયા ગામે ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો 1368 નંગ શરાબનો જથ્થો એલસીબી દ્વારા જપ્ત, આરોપી ફરાર ડભોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વધતી બદી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કાર્યવાહીનો ભાગરૂપે ડભોઈ તાલુકાના અરણીયા ગામે એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અરણીયા ગામે આવેલ એક મકાનમાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે ખાસ ભોયરો બનાવી તેમાં શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડતા પ્લાસ્ટિકના બીયર ટીન તેમજ કાચના બીયર ટીન મળી કુલ 1368 નંગ ભારતીય બનાવટના વિદેશી શરાબનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા શરાબની કુલ કિંમત અંદાજે રૂ. 3,31,488/- હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબીના એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ, અ.હે.કો. પ્રવિણસિંહ રણવીરસિંહ, અ.હે.કો. ખોડાભાઈ રાણાભાઈ, આ.હે.કો. વિનોદકુમાર કિસનસિંહ તેમજ અ.પ.કો. હર્ષકુમાર સનાતભાઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જોકે દરોડા દરમિયાન દિનેશભાઈ ઉર્ફે પકોશના બારીયા નામનો મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો અને તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.એલસીબી દ્વારા પ્રોહિબિશન એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે ડભોઈ પોલીસને કેસ સોંપવામાં આવ્યો છે. હવે તપાસ દરમિયાન આ શરાબ કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપી લેવામાં આવે તો આ ગેરકાયદેસર શરાબ વેપાર અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના 78 સ્વતંત્ર દિન નિમિત્તે દવંજ વંદન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારના મધુનગરમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ આગમાં બળીને ખાખ

admin

વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર

admin

Leave a Comment