43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કલાલી બિલ ગામ નજીક આવેલી બિલ કેનાલ રોડ પર કેનાલમાંથી પાણી લીકેજથી રોડ પર પાણી જ પાણી

વડોદરા શહેરના કલાલી બિલ ગામ નજીક આવેલી બિલ કેનાલ રોડ પર કેનાલમાંથી પાણી લીકેજ થવાને કારણે ગંભીર સમસ્યા સર્જાઈ છે. કેનાલનું પાણી રોડ પર વહેતા રસ્તો તૂટી ગયો છે તેમજ રોડ ઉપર સતત પાણી ભરાઈ રહેતા વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને બેવડાં વાહનો ચાલકો અને પદયાત્રીઓ માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. પાણી ભરાવાના કારણે રોડની સ્થિતિ નજરે ન ચડતા અકસ્માતની સંભાવના પણ વધી છે. સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે કોંગ્રેસ વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેનાલ વિભાગ દ્વારા સમયસર યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. તેમણે કેનાલ વિભાગને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેનાલ લીકેજ બંધ કરાવવા તેમજ તૂટેલા રોડની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી છે.

રાકેશ ઠાકોરે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

Related posts

વડોદરાના ગણેશ નગર ડભોઇ રોડ ચાર રસ્તા પાસે વર્ષોથી સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા

admin

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીક વાયરિંગમાં આગ લાગવાની ઘટના

admin

ડભોઇ તાલુકાના સીમરીયા ગામ પાસે ડભોઇ-બોડેલી રોડ પર હજારો કિલો ગલગોટા ફેંકી દેવાયા

admin

Leave a Comment