36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી.
કાર્યક્રમમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને AAPને સમર્થન આપ્યું.
સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરો પ્રહાર કર્યો.
તેમણે જણાવ્યું કે 28 ગામોના હાઈડ્રો પ્રોજેક્ટની મંજૂરી છતાં આદિવાસીઓની જમીન છીનવાઈ તો ઉગ્ર વિરોધ થશે.
કાંધા ગામમાં સુવિધાઓનો અભાવ અને નસવાડીમાં યોગ્ય આરોગ્ય વ્યવસ્થા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો.
30 વર્ષના શાસન બાદ પણ આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ કર્યો.
મનરેગા કૌભાંડનો ઉલ્લેખ કરતાં તેમણે અનેક નેતાઓ જેલ ગયા હોવાનું કહ્યું.
મનરેગાનું નામ બદલીને ‘ગ્રામ ગ’ રાખ્યું અને ભગવાન રામના નામનો રાજકીય ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવ્યો.
વડાપ્રધાનના કાર્યક્રમો માટે આદિવાસી વિકાસની ગ્રાન્ટ કરોડો રૂપિયામાં ખર્ચાઈ હોવાનો આક્ષેપ કર્યો.
સિકલસેલ પીડિત, બાળકોના ફૂડ બિલ, આંગણવાડી વગેરે માટેના ફંડ કાર્યક્રમોમાં વપરાયા હોવાનું જણાવ્યું.
બસ, સ્ટેજ, મંડપ, પાર્કિંગ, ચા-નાસ્તા સહિતના ખર્ચ આદિવાસી વિકાસ ગ્રાન્ટમાંથી થયા હોવાનો દાવો કર્યો.
અંતે અધિકારીઓને ચેતવણી આપી કે એક-એક રૂપિયા માટે જવાબદારી નક્કી થશે.

Related posts

નસવાડીના મુખ્ય રસ્તા ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨૧- છોટાઉદેપુર મતવિસ્તારના નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

admin

Leave a Comment