35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી પોલીસની મોટી કાર્યવાહી : વિદેશી દારૂનો જથ્થો ઝડપી કુલ ₹30.17 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવાના ભાગરૂપે બોડેલી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી કુલ રૂ. 30,17,960/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શ્રી સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા શ્રી ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા, બોડેલી વિભાગ દ્વારા જિલ્લામાં પ્રોહી અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તમામ પોલીસ મથકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વિ.એસ. ગાવિતને મળેલી બાતમીના આધારે આજે ચલામલી ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કોસીન્દ્રા–રાજબોડેલી રોડ પરથી એક અશોક લેલન્ડ ટ્રક (નં. GJ-19-T-4603)ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં

રીટ્ઝ રિઝર્વ સુપર ગ્રીન વિસ્કી,

લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી (પ્લાસ્ટિક અને કાચના ક્વાર્ટર),

માઉન્ટ 6000 ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બિયર

કુલ 136 બોક્સમાં 6100 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 10,07,960/- થાય છે. ઉપરાંત એક મોબાઈલ ફોન (રૂ.10,000/-) તથા દારૂ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ટ્રક (કિં.રૂ.20,00,000/-) સાથે કુલ રૂ.30,17,960/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ કેસમાં
(1) નનુભાઈ રેમતુલાભાઈ કુરેશી (ઉ.વ.41, અમરેલી)
(2) યોગીરાજ ઉર્ફે લાલાભાઈ દેહાભાઈ ધાખડા (ઉ.વ.27, અમરેલી)
ને ઝડપી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે
(3) લાલો ઉર્ફે લલીત જમોડ અને
(4) કુલદીપ પરમાર (બન્ને અમરેલી)
હાલ ફરાર હોવાનું જણાવી તેમને ઝડપવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર વિ.એસ. ગાવિત, પી.એસ.આઈ. જે.વી. પગી, એ.એસ.આઈ. દિનેશભાઈ બચુભાઈ સહિત પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

બોડેલી પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂબંધી ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Related posts

છોટાઉદેપુરની નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા મલ્ટી પર્પઝ શોપિંગ કોમ્પ્લેક્સની ૩૩ દુકાનો ઓફિસ અને હોલની હરાજી કરવામાં આવી

admin

નસવાડીમાં હોળી પૂર્વે મોંઘવારીનો માર, બજારમાં મંદીનો માહોલ

admin

છોટાઉદેપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વાવાછોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

admin

Leave a Comment