Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

૩૧ ડિસેમ્બર પૂર્વે વડોદરા શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સંપૂર્ણ રીતે સજ્જ બની

થોડા જ દિવસોમાં નવા વર્ષની ઉજવણી શરૂ થવા જઈ રહી છે, તેવા સમયે વડોદરા શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ નશાખોરો અને અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય તે હેતુથી કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એમ. ચૌધરીના નેતૃત્વમાં ગઈ રાત્રે શહેરના સંવેદનશીલ ગણાતા મચ્છી પીઠ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે ફૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારની ગલીઓમાં ફરી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી તેમજ જરૂરી તપાસ હાથ ધરી હતી.

૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો, જાહેર સ્થળો અને શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસની કડક નજર રહેશે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ સઘન કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં દહેશત અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેરિટેજ માર્ચ : ઐતિહાસિક ધરોહર બચાવવા સંકલ્પ

admin

શહેર એસ ઓ જીએ મોડી રાત્રે નવાબવાડામાં રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યાની માહિતી સામે આવી

admin

ડભોઇ તાલુકાના સાઠોદ ગામ પાસે નર્મદા કેનાલના રિપેરીંગમાં ભ્રષ્ટાચારની ગંધ ? અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર રફુચક્કર

admin

Leave a Comment