43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ રેલ્વે સ્ટેશન : લાખોના ખર્ચે ‘પરબ’ તો બની પણ નળ નાખવાનું તંત્ર ભૂલી ગયું મુસાફરો પાણી માટે તરસે છે ​

ડભોઇ એક તરફ કેન્દ્ર સરકાર દેશના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવી ‘અમૃત ભારત’ સ્ટેશન હેઠળ કાયાકલ્પ કરી રહી છે, ત્યારે ડભોઇ રેલ્વે સ્ટેશન પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર પીવાના પાણીની પરબ તો બનાવી દેવામાં આવી છે, પરંતુ તેમાં નળ જ લગાવાયા નથી!
​શોભાના ગાંઠિયા સમાન પાણીની પરબ

​રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પાણીની પરબનું બાંધકામ પૂર્ણ કરી દેવાયું છે. પરંતુ કોન્ટ્રાક્ટર અને રેલ્વે અધિકારીઓની આળસ કે બેદરકારીને કારણે હજુ સુધી ત્યાં નળ ફિટ કરવામાં આવ્યા નથી. પરિણામે, કાળઝાળ ગરમી અને લાંબી મુસાફરીમાં આવતા મુસાફરો પાણી માટે ફાંફા મારી રહ્યા છે મુસાફરોને આર્થિક ફટકો: ₹20ની બોટલ ખરીદવા મજબૂર ડભોઇ સ્ટેશન પરથી દરરોજ 10 થી 12 ટ્રેનો પસાર થાય છે. વડોદરા-છોટાઉદેપુર અને પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જતી ટ્રેનોના મુસાફરોનો અહીં મોટો ધસારો રહે છે.
​પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને ફરજિયાતપણે બહારથી ₹20 ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડે છે સ્ટેશન પર મફત પાણીની સુવિધા હોવા છતાં તેનો લાભ માત્ર નળના અભાવે મળી રહ્યો નથી મુસાફરોની મુખ્ય માંગ આધુનિકીકરણના મોટા દાવાઓ વચ્ચે પાયાની જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા ખોરવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને મુસાફરોની એક જ માંગ છે કે:તાત્કાલિક ધોરણે પરબ પર નળ લગાવી તેને ચાલુ કરવામાં આવે.
​બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે​મુસાફરોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવવામાં આવે સરકાર સ્ટેશનોને આધુનિક બનાવવાની વાતો કરે છે, પણ અહીં તો બનેલી પરબમાં નળ નાખવાનું પણ તંત્રને યાદ રહેતું નથી. અમારે નાછૂટકે મોંઘા ભાવનું પાણી ખરીદવું પડે છે

Related posts

વડોદરામાં મદ્રેસા બનવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

પૂર્વ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા કાર્યકર અને સામાજિક કાર્યકર ભારતી શાહ દ્વારા આજે પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપ્યો..

admin

શ્રી લધારામ ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment