ડભોઈ તાલુકા ના તરસાણા ગામે આવેલ પૌરાણિક ગેબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે હીન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુ એ આસ્થા થી માથુ ટેકવી પીર વલી ગેબનશા પીર દરગાહ ના દર્શનાર્થે હાજરી આપી હતી.લોકો ગેબનશા પીર દરગાહે પોતાના દુખ દર્દો ની માનતા માની હંમેશા = પીર ની દરગાહ નો આશરો લેતા હોય દરગાહ – નો ઉર્સ હોવાથી મોટી સંખ્યા મા હીંન્દુ મુસ્લીમ સમાજ ના લોકો જોડાયા હતા ગૈબનશા પીર દરગાહ નો મેળો ભરાતો હોય દુરદુર થી શ્રધ્ધાળુઓ દરગાહ ના = દર્શનાર્થે આવી ઉર્સ મા સામેલ થઈ પોતાની મનોકામનાઓ
પરીપુર્ણ કરવા સાથે જાતને ધન્ય બનાવે છે.
ગેબનશા પીર દરગાહ ના ઉર્સ પ્રસંગે રાજપીપળા વાળા સૈયદ સુબહાની બાપુ ના નેક ફરજંદ ઝેદબાવાએ હાજરી આપી હતી સાથે તરસાણા ગામ ના આગેવાનો ઈસમાઈલ ભાઈ શેખ સિરાજભાઈ ઈમામભાઈ સબીરભાઈ ઈમામભાઈ. સલીમભાઈ ઝહીર ભાઈ દ્વારા વ્યવસ્થા કરવામા આવે છે.જેમા દરગાહ પર દર્શનાર્થે આવતા હીન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે રીતે ની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારુ આયોજન કરી સુંદર આયોજન પણ કરવામા આવે છે. ગેબનશા પીર દરગાહ પર આવતા જરૂરતમંદ, દીન દુખિયાઓ શ્રધ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ શરીર મા ગાંઠ થવી,નિસંતાન દંપત્તિ, તેમજ ધંધા રોજગાર માટે ભારે આસ્થા પૂર્વક પોતાની માનતા લઈ આવતા તમામની માનતા પરીપુર્ણ થાય છે.

