40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના 40 જેટલા માંઈ ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદ થી અંબાજી ધામ જવા રવાના થયા

શક્તિપીઠ અંબાજી ધામમાં બિરાજમાન અંબે મૈયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રદ્ધાવાન ભક્તજનો પ્રતિવર્ષ 52 ગજની ધજા સાથે પદયાત્રા સંઘ લઈ માતાજીના દર્શનાર્થે જાય છે ત્યારે પદયાત્રાના 20 માં વર્ષના મંગલ પ્રવેશ સાથે 40 જેટલા માંઈ ભક્તોએ આજરોજ પગપાળા ચાંદોદ થી અંબાજી ધામ જવા 52 ગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં સામૂહિક આરતી અને મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભા યાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

શોભાયાત્રામાં “બોલ મારી અંબે જય જય અંબે” નો ગુંજારવ સાથે રાસ ગરબા અને ભક્તિ ધુનો ની રમઝટ માં સૌ કોઈ ભક્તિ ભાવપૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા
પદયાત્રીઓ ડાકોર-ખેડબ્રહ્મા થઈ ગબ્બર ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દસમા દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી મંદિરના ગુંબજે 52 ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવશે..

Related posts

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓના મોબાઇલ ચોરતી ગેંગ સીસીટીવીમાં કેદ

admin

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

કૂવામાં પડી જવાથી મોતને ભેટનાર યુવકના પરિવારજનોને સરકાર દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવી

admin

Leave a Comment