દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો 288મો ઐતિહાસિક વરઘોડો નીકળશે. માતા તુલસીજી સાથે લગ્ન યોજાશે.ત્યારે તુલસી વાડી મંદિર ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.
કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળીએ 287 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમ.જી રોડ ખાતે નરસિંહજીની પોળમાં આવેલા મંદિરેથી પરંપરાગત રીતે ભગવાન નરસિંહજીના શુભ લગ્નનો 288મો વરઘોડો આન બાન શાનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રસ્થાન થઈને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે. જ્યાંથી શુભ લગ્ન વિધિ બાદ વહેલી સવારે પ્રભુનો વરઘોડો નિજ મંદિર પરત આવશે. ત્યારે તુલસીવાડી મંદિર ખાતે આજથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે. મંદિરમાં મંડપ રંગ રોગાન સહિતનો શણગાર કરવામાં આવશે. આ અંગે પૂજારી વિનોદચંદ્ર પંડ્યાએ વધુ માહિતી આપી હતી.

