32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મધરાતે મગર મહેમાન! હરણી-સમા લિંક રોડ પર ‘પંચામૃત રેસીડેન્સી’માં રાત્રે મગરની પાર્કિંગમાં એન્ટ્રી

વડોદરા અને મગર નો નાતો યજમાન મહેમાન નો બની રહયો છે,તેવામાં ફરી એકવાર વડોદરાના હરણી–સમા લિંક રોડ પર આવેલી પંચામૃત રેસીડેન્સી ખાતે મધરાતે મહાકાય મગર અચાનક ‘અણધાર્યા મહેમાન’બની પધાર્યા હતા.રાત્રે લગભગ ૧૨:૨૫ વાગ્યે સ્થાનિક વ્યક્તિએ મગર અંગે જાણ કરતા જ વન વિભાગના જિગ્નેશભાઈ, લાલાભાઈ તથા કેનાઈન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર અને સ્વયંસેવકો વૃશાંક દીક્ષિત અને જય શાહ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટુ-વ્હીલર પાર્કિંગમાં ગાડી નીચે બેઠેલો મગર ભાગી જઈ કાર નીચે સંતાઈ ગયો હતો. જ્યાં ભારે જહેમત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈને વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડ્યો હતો. રાત્રિની આ અણધારેલી ઘટના સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની રહી છે.

Related posts

નામ નોંધણી ભુલશો નહિ,મતદાનનો મોકો ચૂકશો નહિ

admin

મહર્ષિ અરવિંદ ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહા નગર પાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ મહર્ષિ અરવિંદજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

admin

પૂ.શ્રી ડો.વાગીશ કુમારજી મહારાજશ્ર ના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો

admin

Leave a Comment