વડોદરા જિલ્લાના સાવલીમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ઠગ ત્રિપુટી ગેંગને સાવલી પોલીસે ઝડપતા મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં સરકારી યોજનાઓના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા હોય તેવા સમયમાં સાવલીમાં પણ આવી ટોળકી સક્રિય થઈ હતી.
સામંતપુરા ગામની એક વિધવા મહિલાને બાઈક પર સાવલી સેવાસદનમાં “ફોટા-પંઝા લેવા” નામે લલચાવી તેના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઇ આરોપીઓ ફરાર થયા હતા. અન્ય બનાવમાં બેંક પાસબુક લઈને “ડબલ પૈસા મળશે” કહી છેતરપિંડી કરાઈ હતી. આ બંને બનાવોની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી.
સાવલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં કુલ ₹1,93,000ના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેઓને ઓપરેશન પરાક્રમ અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નીચેના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓમાં ફિરોઝભાઈ મલેક (વાંકાનેર), સલીમભાઈ, ઈબ્રાહીમભાઈ મલેક (વાંકાનેર),
આસિફ ખાન મહેબૂબખાન પઠાણ (ધુળેટા, ઉમરેઠ) સમાવેશ થયા છે. ઉલ્લેખનીય છે કે સલીમભાઈ અને આસિફ ખાન સામે વડોદરા છાની પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.
સાવલી પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે અને લોકોમાં સુરક્ષાનો ભાવ વધુ મજબૂત બન્યો છે.

