વડોદરા શહેરના આમ આદમી પાર્ટી વિનોદ શાહે બી.એલ.ઓની વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે પોતાના શરીર પર સાંકળથી પ્રહાર કર્યા હતા.જાહેર માર્ગ પર પોતાના શરીર પર સાંકળથી વાર કરતા જોઈ અન્ય કાર્યકરોના શ્વાસ અધર થઈ ગયા હતા.કાર્યકરોના રોકવા છતાં વિનોદશાહ પોતાના શરીર પર પ્રહાર કરતા રહ્યા હતા.આ પ્રદર્શન સાથે વિનોદ શાહે ચાર મુદ્દા સરકાર સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો છે.વિનોદ શાહની માંગ છે કે મૃતક BLOના પરિવારને એક કરોડની સહાય મળે અને પરિવારના એક સભ્યોને ગવર્મેન્ટ નોકરી મળે.સાથે જે બીએલઓ અત્યારે સારવાર હેઠળ છે, તેઓની સારવારનું સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે.આ સાથે એસઆઇઆર ની કામગીરીને સરળ બનાવવાની પણ માંગ કરી છે.

